Wednesday, April 21, 2010

ગાંધી 'મંદિર' માં


સૌ પ્રથમ તો, અહિંસા અને સર્વધર્મ સમભાવ માં માનનારા એવા ગાંધીજી વિષે સરકારે કશું કરવાની પહેલ કરી એ માટે તેમને અભીનંદન. ગાંધીજી ની યાદ માં ગુજરાત સરકાર ૧૫૦ કરોડ રૂપિયા ખર્ચી ને 'મહાત્મા મંદિર' બનાવવાનું આયોજન કરી રહ્યું છે. ગાંધીજી ના દર્શન અત્યાર સુધી અનેક મુઝ્યમો, ગાંધી આશ્રમ તેમજ 'સત્ય ના પ્રયોગો' ચોપડી માં થતા હતા અને હવે ગાંધીજી ના દર્શન 'મંદિર' માં થશે. આ વાત મારા માટે આઘાતજનક વાત છે.

દરેક ધર્મે ને સરખા માનનાર ગાંધીજી 'દરેક ના બાપુ' હતા અને દુનિયા તેમને રાષ્ટીય નેતા તરીકે ઓળખે છે, હિંદુ નેતા તરીકે નહિ. ગાંધીજી ને મંદિર માં ચણવું એ મારા માટે ગાંધીજી નું અપમાન છે. મને દુખ એ વાતનું છે કે ગાંધીજી ને 'મંદિર' માં મુકવામાં આવે છે.

'મહાત્મા મંદિર' ને બદલે 'મહાત્મા મ્યુઝમ' અથવા મેમોરીઅલ બનાવ્યું હોત તો મને ખુશી થાત. ઘણા મિત્રો એવી દલીલ કરશે કે એમાં વાંધો શું છે? ગાંધીજી નું મંદિર બને તો શું ખોટું છે? એવા પ્રશ્નો નો જવાબ હું માત્ર પ્રશ્નો દ્વારા આપીશ કે જો સરકાર 'મહાત્મા મંદિર' ને બદલે 'મહાત્મા ચર્ચ', 'મહાત્મા મસ્જીદ' કે 'મહાત્મા ગુરુદ્વારા' બનવવાનું નક્કી કરે તો? શું તમે તો પણ એવુ જ કેશો કે એમાં શું વાંધો?

મેં ગાંધીજી વિષે પ્રાથમિક ધોરણ માં ઈતિહાસ ની ચોપડી માં થોડું વાંચ્યું છે, એકાદ બે ગાંધીજી વિષે ની ફિલ્મો જોઈ છે માટે ગાંધીજી વિષે વધુ જાણકારી નથી પણ એક વાત હું દ્રઢ રીતે માનું છું કે ગાંધીજી ની યાદો ને મંદિર માં ના મૂકી શકાય. ગાંધીજી એક ધર્મનિરપેક્ષ અને સામાન્ય લોકો ના માણસ હતા. ગાંધીજી ને મંદિર માં મુકવાનો મતલબ કે તેમને રાષ્ટ્રીય નેતા માંથી 'હિંદુ નેતા' નો નવો દરજ્જો આપવો.

છેલ્લે, મારા મિત્રો મને 'ગુજરાત વિરોધી' કહે એ પેલા મને, સ્વ. રમેશભાઈ પારેખ ની ગાંધીજી પરની કવિતા ની એક પંક્તિ યાદ આવે છે. 'બાપુ એ કહ્યું' નામ ની કવિતા માં રમેશભાઈ બાપુ સાથે ના સંવાદ માં કહે છે કે....


"બાપુ, અહી ખાદી અને ગાદી ની છત છે,

પણ પાણી ની અછત છે

અહી લોકો તમારા ફોટાવાળી ટપાલ ટીકીટ પાછળ,

પાણી ને બદલે થુંક લગાવી ને,

હજારો ગેલન પાણી ની બચત કરે છે.

બાપુ, અહી ખાદી અને ગાદી ની છત છે,

પણ પાણી ની અછત છે"


જો ગાંધીજી જીવતા હોત તો, ગુજરાત સરકાર ને ૧૫૦ કરોડ રૂપિયા પોતાના મંદિર કરતા,તરસ્યા ગામડાઓ માટે પાણી પૂરું પાડવા પાછળ ખર્ચ કરવાનું કહેત. અને એ ખાતર ચોક્કસપણે સત્યાગ્રહ પણ કરત.


ગૌરાંગ રાવલ.

No comments:

Post a Comment