Saturday, May 15, 2010

ડાઘ્યા કુતરાએ કર્યો સુપ્રીમ માં માનહાની નો દાવો

દિલ્લી: તાજેતર માં રાષ્ટ્રીય સ્તર ના નેતાઓ એક બીજા ને કુતરા ની સાથે સરખામણી કરી એ વાત ને ડાઘ્યા કુતરા એ અત્યંત ગંભીરતા થી લઇ ને, સુપ્રીમકોર્ટ માં આ નેતાઓ વિરુદ્ધ માનહાની નો દાવો માંડ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ ને એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ આપતા ડાઘ્યા કુતરા એ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


ડાઘ્યા કુતરા એ ભારપૂર્વક કહ્યું કે ' રાષ્ટ્રીય સ્તર ના નેતાઓ, કૂતરાની જાત ને બદનામ કરવા માટે પોતાની સાથે સરખમણી કરી રહ્યા છે. કૂતરાની જાત ને બદનામ કરવાની અને તેમના સ્વાભિમાન ને ઢેસ પહોચાડવાનું આ એક રાષ્ટ્રીય સ્તર નું ષડયંત્ર છે'. તેમણે ઉમેર્યું કે 'આપણા કૂતરાની જાત ને રાજનીતિ સાથે કશું લેવા દેવાનું નથી. આપણે કદી કમળ ઝાલી શકવાના નથી, આપને કદી કોઈ ની સાથે પંજો લડવાના નથી, સાઇકલ કે હાથી પર બેસવાનું તો વિચારો પણ નહિ. આમછતાં પણ આ રાજનેતાઓ આપણી સરખામણી તેઓ ની સાથે કરી સમાજ માં વસતા દરેક કુતરાનું અપમાન કરી રહ્યા છે.'

અપમાનજનક સરખામણી ને વાખોડતા તેમણે ઉમેર્યું કે કુતરાઓ અને રાજકીયનેતાઓ વચ્ચે જમીન આસમાન નો તફાવત છે. કુતરાઓ નો સમાજ કોઈ પણ જાતી કે ધર્મ માં વિભાજીત નથી, અત્યાર સુધી કુતરાઓ કોઈપણ ભ્રષ્ટાચાર કે કાંડ માં શામિલ થયા નથી. દરેક કુતરાઓ સર્વસંમતી થી 'વિસ્તારોના વિભાજન કાયદા' હેઢળ પોતપોતાના વિસ્તારો માં શાંતિ થી જીવી રહ્યા છે અને એ માટે કોઈપણ જાત ની ચુંટણી યોજાતી નથી. વિશ્વમાં મિત્રતા અને વફાદારી માટે કુતરાઓ ની મિસાલ આપવા માં આવે છે જયારે રાજકીય નેતાઓ દર વર્ષે પોતાના પક્ષો બદલી વફાદારી નામ ના શબ્દ ને વગોવે છે. સદીઓ થી કુતરાઓ નું એક માત્ર લક્ષ્ય 'ખાવાનું, સુવાનું, ભસવાનું અને રક્ષણ કરવાનું' રહેલું છે જયારે રાજકીય નેતાઓ નું કોઈ લક્ષ્ય હોતું નથી, માત્ર ચુંટણી પ્રચાર માં કોઈ વખત ભસી લે છે.

સુરક્ષા ની નીતિઓ પર ન પ્રશ્નો નો જવાબ આપતા તેમણે જણાવ્યું કે 'સદીઓ થી કુતરાઓ લાખો અજાણ્યા લોકો ને કરડી ને જનતા ને સુરક્ષા આપી રહ્યા છે. જે કુતરાઓ નું માનવજાતી પર ઋણ છે. જયારે રાજકીય નેતાઓ પોતાનો સંપૂર્ણ સમય એક બીજાને કરડવ માં બગડતા રહ્યા છે જેથી આમ લોકો ની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી શેરી અને ઘરમાં રહેતા કુતરાઓ પર આવી ગઈ છે.

તેમણે એવી દલીલ પણ કરી કે કુતરાને મતાધિકાર પણ નથી કે ચુંટણી ઢંઢેરા માં કુતરાને કોઈ પણ જાત ના લાભો ની જોગવાઈ હોતી નથી. આ ઉપરાંત, અમારા સમાજ ના કેટલાક કુશળ કુતરાઓ નેતાઓ ની સુરક્ષા માટે પોતાની સુંઘવાની શક્તિ નો ઉપયોગ નિસ્વાર્થ પણે કરતા આવ્યા છે. આટલા બધા ઉપકારો કર્યા છતાય કુતરાઓ ની સરખામણી રાજયકીય નેતા સાથે કરી તેમનું ઘોર અપમાન કરવામાં આવે છે.

ડાઘ્યા કુતરાએ ભારત દેશ ના દરેક કુતરાઓ ને આ ષડયંત્ર વિરુદ્ધ એક થઇ લડવાનું આહવાન કર્યું હતું અને શ્વાન જાગરણ અભિયાન હેઠળ જુંબેશ ચાલવાનું પણ જણાવ્યું હતું.


અત્યંત શરમજનક રીતે રીપોર્ટ લખનાર: ગૌરાંગ રાવલ